Friday, January 31, 2025

Information OF Vijay Jotva journalist

 ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક - વિજય જોટવા જર્નાલિસ્ટ વિષે માહિતી 

નામ :             : વિજયકુમાર કરશનભાઇ જોટવા 

ઉમર :             : 38 વર્ષ 

હાલ સરનામું : વેરાવળ બાયપાસ (સોમનાથ )

વ્યવસાય :       : પત્રકાર 

અભ્યાસ  :       :  એમ.એ./ જર્નાલિઝમ 


જણાવતાં ખુબ જ આનંદ થાય છે કે માંગરોળ તાલુકાના આરેણા ગામના વતની - (હાલ : વેરાવળ, સોમનાથ ) ના વિજયભાઈ કરશનભાઇ જોટવા અને તેમની ટીમ  " દિવ્ય દર્શન ભારતી DD BHARATI " ચેનલ દ્વારા " કલા સંસ્કૃતિ સંગીત અને સાહિત્યના પ્રસાર પ્રચાર અર્થે છેલ્લા 7 વર્ષ થી સતત કાર્યશીલ છે  જેમાં ગુજરાતના નામાંકિત અને નાના કલાકારો ને પ્રોત્સાહન અને સ્ટેજ મળે તે માટે પ્રોત્સાહિત કરેલા છે અને દરેક કલાકારો અને સંતોને મોમેન્ટો આપી સન્માનિત કરેલ છે તો સાથે સાથે દરેક કલાકારો સંતોના વિનામૂલ્યે ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટરી બનાવી લોકોની વચ્ચે સોશિયલ મીડિયા મારફત તરતાં મુક્યા છે ,કારણ કે આ ટેક્નોલીજી ના યુગમાં હાલ દરેક ના જીવન ઝરમર અને ઇતિહાસિક વાતો શોશિયલ મીડિયાના માધ્યમ થી વિશ્વ ના ખૂણે ખૂણે પહોંચાડવાના અવિરત પ્રયાતો કરી રહ્યા છે

વિશેષ માં જણાવવાનું કે વિજયભાઈ જોટવા દ્વારા "સુરીલો સંવાદ" પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના તમામ કલા તેમજ લોક સંગીતના અત્યાર સુધીના 350 થી પણ વધારે કલાકારો ના ઘરે જઈ  ઇન્ટરવ્યૂ ,ડોક્યુમેન્ટરી કારેલાં (એટલે કે કલાકાર ની જીવન ઝરમર અને સંઘર્ષની વાતો ) છે જેમાં લોક ગાયકો, સંતવાણી કલાકારો, સંગીત ઉસ્તાદો, એક્ટરો વગેરે નો સમાવેશ થાય છે

 તો બીજા પ્રોજેક્ટ "તીરથ દર્શન " કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ના તમામ ધામો ના ઇતિહાસ અને ડોક્યુમેન્ટરી ના 175 થી વધારે એપિસોડ બનાવેલા છે  દરેક ધામો અને જગ્યાઓ ઉપર જઈ અને ત્યાંના સાધુ સંતો અથવા તો ત્યાંના ટ્રસ્ટીઓ સાથે રૂબરૂ સંવાદ દ્વારા માહિતી મેળવી અને 175 થી વધારે મંદિરો ધામો ની માહિતી ની ઇન્ટરવ્યૂ  ડોક્યુમેટરી બનાવેલી છે

આમ વિજયભાઈ જોટવા એટલે "પત્રકારત્વ ક્ષેત્રે એક અલગ અંકુર" , કે જેમણે સમાચાર અને બનાવો ની ઘટના ની માહિતી ની સાથે   સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાના જતન માટે સમગ્ર ગુજરાત માં ભ્રમણ કરી ખૂણે ખૂણે થી ધર્મ ,સંગીત અને આપણા સાહિત્ય ની વાત ને ઘર ઘર સુધી પહોંચાડી છે 

વિજયભાઈ જોટવા પત્રકાર કે જેમને અત્યાર સુધી માં પત્રકારત્વ ની શ્રેષ્ટ કામગીરી બદલ 10 થી પણ વધારે બેસ્ટ પત્રકારત્વ ના સન્માન પ્રાપ્ત થયેલા છે સાથે સાથે વિશ્વ વંદનીય સંત શ્રી મોરારી બાપુ હસ્તે પણ વિજયભાઈ જોટવા ને બેસ્ટ પત્રકારત્વ નો એવોર્ડ મળેલો છે 

જેમાંના અમુક અંશો ના ફોટો અહીં દર્શાવેલા છે




અમારું કાર્ય ક્ષેત્ર નીચેની શોશિયલ મીડિયાની લિંક પર જોઈ શકો છો

યુ ટ્યુબ:7,85,000 સબસ્ક્રાઈબર : https://www.youtube.com/@VijayJotvaJournalist
ફેસબુક :2,90,000 ફોલોવર્સ : https://www.facebook.com/VijayJotvaJournalist
ઇન્સ્ટાગ્રામ : 1,70,000 ફોલોવર્સ : https://www.instagram.com/vijay_jotva_journalist

No comments:

Post a Comment

Information OF Vijay Jotva journalist

  ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક - વિજય જોટવા જર્નાલિસ્ટ વિષે માહિતી  નામ :              : વિજયકુમાર કરશનભાઇ જોટ...