Monday, June 20, 2011

 
 નાના હતા ત્યારે જલદી મોટા થવા માંગતા હતાપણ આજે સમજાણુ કેઅધુરા સપના અને અધુરી લાગણીઓકરતાઅધુરા હોમવર્ક અને તુટેલા રમકડા વધુ સારા હતા
ઇશ્વરની સૃષ્ટિમાં બાળક એક અદભુત-નિદોંષ સર્જન છે.
આપણે તેની સમક્ષ માનપૂર્વક ઊભા રહી,તેના વિકાસના
ક્રમને ઓળખીને તેને અનુકૂળતા કરી આપીએ.(ગિજુભાઈ)
 
એક વાર
માણસે કોયલને પૂછયું કે
કોયલ તારામાં કાળાશ ન હોત તો
તું કેટલી સારી હોત?
.એક વાર માણસે સાગરને પૂછયું કે
..સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?
વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે
કોયલ તારામા કંટંક ન હોત તો
તું કેટલું સારું હોત?
આ સાંભળી કોયલ, સાગર અને
ગુલાબ
ત્રણેય એક સાથે બોલી ઉઠયા......
હે માનવ!!! તારામા બીજાના દોષ
જોવાની
કુટેવ ના હોત તો તું
કેટલો સારો હોત?..


જેમ મોજાંને ગુંથવા પડે છે
તેમ જીવન ને પણ ગુંથવું પડેછે.
વાતો કરતાં કરતાં અને
હસતાં હસતાં આપણે
મોજાંને ગુંથીયે છીએ
...અને અવનવા રંગો પુરીયે છીએ
કોઇ ટાંકા ખોટા હોય છે
કોઇ લાઇનો ખોટી હોયછે
તે ખોલીને પાછાં ફરીથી
ગુંથીયે છીએ, સુધારી લઈએ છીએ
મોજાંની જેમ જીવનમાં પણ
જ્યારે જ્યારે કંઈક ખોટૂં થાય
ત્યારે ત્યારે હસતાં હસતાં સુધારી લેજો
અને જીવનને હર્ષ અને આનંદનાં
રંગો થી ભરી દેજો



 

No comments:

Post a Comment

  ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક નામ :              : વિજયકુમાર કરશનભાઇ જોટવા  ઉમર :             :  37 વર્ષ  હા...