Wednesday, February 2, 2011

balpan nu shixan

બચપણ ને બચાવો ...!!!

આજકાલ સ્કૂલના બિલ્ડીંગ જોઇને અફસોસ થાય છે કે કિતાબી જ્ઞાન કેટલું મહત્વનું થઇ ગયું છે. સ્કૂલની શરૂઆત દરવાજાથી થાય અને થોડે આગળ જતા જ ફી ભરવાનું કાઉન્ટર આવે. (પૈસા આપો તો અમે ભણાવીએ !!!)પછી ક્લાસરૂમ ની હારમાળા ચાલુ થાય. (૪૦ વિદ્યાર્થીઓ ની જગ્યામાં ૫૦ ભણતા હોય ) અને પછી બીજો દરવાજો આવે બહાર નીકળવા માટે. બસ આ છે આજની સ્કૂલ!!!

પહેલા કોઈ વિદ્યાર્થીને એની ફેવરીટ ગેમ વિષે પૂછવામાં આવતું તો એમાં આંઉટડોર ગેમ ના નામ તો સંભાળવા મળતા જ પણ હવે તો વિદ્યાર્થીઓને ઇન્ડોર ગેમમાં જ રસ રહ્યો છે. કબડ્ડી, લંગડી જેવી ગેમ રમતા આવડે કે ના આવડે પણ કોમ્પ્યુટરમાં કેટલી ગેમ છે અને એમાંથી કઈ ગેમ સારી છે એની બધી માહિતી હોય.(વળી ઈન્ટરનેટ પર કઈ ગેમ સારી છે એની માહિતી અલગ પાછી!!!)



હવે આ વાતમાં વાંક કોનો ?


માતા-પિતાનો ? કે જેઓ પોતાના સંતાનના માનસિક વિકાસ પ્રત્યે જ જાગૃત છે . જેઓ પોતે જ સંતાનને "virtual world" વિશે માહિતી આપે છે. અને તેને "virtual world" માં જીવતા શીખવાડે છે. વર્કિંગ પેરેન્ટ્સ આને એક safe રસ્તો મને છે , બાળકો ઘરમાં કોમ્પ્યુટર પર બેસીને રમ્યા કરે તો કોઈ એમનું ધ્યાન રાખવા હોય કે ના હોય વાંધો નહિ, બહાર રમવા જાય તો ઘરેબાળકો સમયે આવી ગયા કે નહિ એનું ધ્યાન કોણ રાખે ?


કે પછી વાંક આજકાલ થઇ રહેલ પ્રગતિનો ??


માતા-પિતા એમના બાળકોને એવી સ્કૂલમાં ભણાવવા તો માંગે છે કે જ્યાં રમત-ગમત પર પણ ભણતર જેટલું જ ધ્યાન અપાતું હોય પરંતુ એવી સ્કૂલો બહુ ઓછી છે. અને પોતાનું બાળક બીજા બાળકો સાથેની કોમ્પીટીશનમાં પાછળ ના રહી જાય એટલા માટે મને- કમને ભણતર પર ધ્યાન આપતી સ્કૂલ માં જ પોતાનું બાળક ભણે એવી ઈચ્છા રાખે છે.


પણ આ બધી વાતોની અંતે તો કોઈ નું બચપણ છીનવાઈ જાય છે......victor virda




No comments:

Post a Comment

Information OF Vijay Jotva journalist

  ગુજરાતના ખુબ જાણીતા પત્રકાર વિજય જોટવા કાર્ય પદ્ધતિ ની ઝલક - વિજય જોટવા જર્નાલિસ્ટ વિષે માહિતી  નામ :              : વિજયકુમાર કરશનભાઇ જોટ...